યુવા સુના ટ્રસ્ટ રાજકોટ દ્વારા જરૂરતમંદ દર્દીઓ માટે અઘતન મેડિકલ સાઘનોની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ.
જાહેર જનતાને તેનો લાભ લેવા અપીલ.
KASHYAP JOSHI - LOKMOOKH - RAJKOT
રાજકોટ : માનવ સેવા એજ પ્રભુ સેવા અને દદી દેવો ભવઃના સૂત્રને ખરા અથ માં ચરિતાર્થ કરવાના ભાગરૂપે રાજકોટ શહેરની જાણીતી સેવાકીય સંસ્થા યુવા સેના ટ્રસ્ટ દ્વારા ગરીબ–જરૂરીયાતમંદ દદી ઓ માટે અદ્યતન અને અતિ કિંમતી એવા વિવિધ પ્રકારના નિઃશુલ્ક મેડિકલ સાઘનોની સુવિદ્યા સ્વ. ભરતભાઈ હેતલભાઈ મહેતા ના સ્મરણાર્થે હ. કુસુમબેન મહેતા તથા મહેતા પરિવાર ના ઉદાર દાન થકી કોઈ પણ જાતનું ભાડું (ચાર્જીસ) લીધા વિના તદન નિઃશુલ્કપણે ઉપલબ્ધ છે.
માત્ર ડિપોઝીટ જમા કરાવ્યેથી સંસ્થાના કાર્યાલય સેવા ભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં.૪, અંકુર વિદ્યાલય મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક પાસે રાજકોટ ખાતેથી મેડિકલ સાઘનો મળી શકે છે. ડિપોઝીટની રકમ સાથન પરત કર્યો તુરત જ પાછી આપવામાં આવે છે. આ મેડિકલ સાઘનોની સેવા ૨૪ કલાક માટે ચાલુ હોવાનું પ્રમુખ શ્રી પ્રધ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું છે. વિશેષમાં જણાવવાનું એક આપના જન્મદિન નિમિતે તથા આપના સ્વજનોની પુછ્યુતિથિ નિમિતે તથા કોઈપણ શુભ પ્રસંગે આપ આપની યાદગીરી રૂપે અમોને મેડીકલ સાધનો દાનમાં આપી શકો છો. અથવા રોકડ અનુદાન પણ આપી શકો છો.
આવા અત્યાધુનિક મેડિકલ સાઘનોમાં વોટરબેડ, એરબેડ, વ્હીલચેર, ઓર્થોપેડીક પલંગ, નેબ્યુલાઈઝર, બેડપાન, વોકર, ગરમ પાણીની શૈકની કોથળી તથા ઈલેકટ્રીક શેકની કોથળી, પ્લાસ્ટીક બેડ પેન, ટોયલેટ ચેર, પ્લાસ્ટીક યુરીનપોટ, કમર બેલ્ટ, નેક બેલ્ટ, હાથ-પગના મોજા, ઓકિસજન સિલિન્ડર, ઓકિસજન ફલોમીટર કીટ, પેરાલીસીસ સ્ટીક, સકશન મશીન, સ્ટીમ ઈન્હેલર, મસાજર, પલ્સ ઓકિસમીટર તથા દરેક પ્રકારના પટ્ટા વિ. અનેક પ્રકારના મેડિકલ, સર્જીકલ સાધનો જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપલબ્ધ છે.
વિશેષ આવા અત્યાધુનિક સાઘનોનો વઘુ ને વધુ જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઈ શકે તે યુવા સેના ટ્રસ્ટનો ઉદ્દેશ છે તથા આપની પાસે ઉપરોકત મેડિકલ સાઘનો તમારે ત્યાં બીનઉપયોગી પડેલ હોય તેવા કોઈપણ મેડીકલ સાધનો અમારી સંસ્થાને દાન આપી શકો છો. ઉપરોકત સરનામે પ્રમુખ શ્રીપ્રધ્યુમનસિંહ ઝાલા મો. નં. ૯૯૧૩૩ ૧૦૧૦૦નો સંપર્ક કરી જમા કરાવી શકે છે.
.jpeg)





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો