35 જેટલા બાળકો બોટાદથી સ્કેટિંગ પહેરી પાળીયાદ જવા રવાના થયા.

 


LOKMUKH : BOTAD : 

રવિવારના રોજ  વહેલી સવારે 6.00 કલાકે 35 જેટલા બાળકો બોટાદથી સ્કેટિંગ પહેરી પાળીયાદ જવા રવાના થયા. બાળકોનાં જોમ જુસ્સો અને કરતબ સાથે 7.30 કલાકે સમગ્ર યાત્રા પવિત્ર યાત્રાધામ માં પ્રવેશ કર્યોં.
જ્યાં જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના સમક્ષ સ્કેટિંગ કરી તેમના આશીર્વાદ  લીધેલ.


 

જ્યાં પૂજ્ય બા તરફથી દરેક બાળકને પ્રોત્સાહન સ્વરૂપે એક કીટ આપવામાં આવી. પૂજ્ય ભયલુબાપુ સાથે મુલાકાત કરી ભોજન પ્રસાદ લઈ  જગ્યાની બણકલ ગૌશાળા ની અશ્વશાળાની મુલાકાત લીધેલ.


 


ત્યારબાદ વિહળ વાટિકાની મુલાકાત લીધેલ ત્યાં બાળકોએ ખૂબ જ આનંદ કર્યો. નાનેરા ભૂલકાંઓ ની સ્કેટિંગ કળા અને બોટાદથી પાળીયાદ સુધી સ્કેટિંગ કરી આવવાના ભાવ બદલ પોતાનો  ખુબ રાજીપો વ્યક્ત કર્યો.


 

સમગ્ર આયોજન પાયોનિયર એકેડમી ના દિનેશ સર અને કરણ સર દ્વારા કરવામાં આવ્યું.
{અહેવાલ કનુભાઈ ખાચર}

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા પુત્ર પ્રશીલના જન્મદિવસની પાણીદાર ઉજવણી.

પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*