શાપર(વેરાવળ)માં લુખ્ખાઓનું આવું બન્યું સમજો : નવા પીએસઆઈ ગોહિલનું ભવ્ય સ્વાગત
શા પર(વેરાવળ)માં લુખ્ખાઓનું આવું બન્યું સમજો : નવા પીએસઆઈ ગોહિલનું ભવ્ય સ્વાગત ત્રણ પીએસઆઈ- રાણા, ગજેરા અને ભિમાણીની અન્યત્ર બદલી થતાં વિદાયમાન અપાયું (ફોટો : મિલન મહેતા) શાપર(વેરાવળ) પોલીસ સ્ટેશનમાંથી એકી સાથે ત્રણ પીએસઆઈની અન્યત્ર બદલી થઈ છે. અને નવા આવેલા પીએસઆઈનું સ્ટાફ દ્વારા અદકેરું સ્વાગત કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શાપર(વેરાવળ) પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ. જે. રાણા, જી. એલ ગજેરા અને વૂમન પીએસઆઈ આર. વિ. ભિમાણીની અન્યત્ર બદલી થઈ ગઈ છે. આ ત્રણેય પોલીસ અધિકારીઓએ અહી સુપેરે ફરજ બજાવીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હોવાનું જાગૃત લોકોનું કહેવું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે એસ. જે. રાણાને રાજકોટ એલઆઈબીમાં, ભીમાણીને ભાયાવદર અને ગજેરાને રાજકોટ હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. ગાંધીનગર સ્થિત સ્ટેટમોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્તરાય દ્વારા તેઓની પોલીસ પાંખ દ્વારા જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને જે તે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હોય, અસામાજિક તત્વોની સાંઠગાંઠ તોડવા રાજ્યના પોલીસ વડા સહાયને રિપોર્ટ કર્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બદલીના ઘાણવા ઉતારવા લાગ્યા છે. શાપર(વેરાવળ)માં નવા ...