પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.
પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે. Lokmukh, રાજકોટ, તા. 27 ગુજરાતના મૂર્ધન્ય લોકકવિ શ્રી દાદ બાપુ ને લોક સાહિત્ય અને લોક સંગીત જગતના લોકપ્રિય કલાકારો તારીખ. ૩૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે શ્રદ્ધાંજલિ અર્પશે. ‘કવિશ્રી દાદ’ નો જન્મ હાલના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરીય (ગીર) ખાતે ઈ.સ.૧૯૪૦ માં ખેડૂત પરિવારમાં થયેલ. આ ગામ આજથી પોણા બસો વર્ષ પહેલા જુનાગઢ રાજ્ય દ્વારા કવિશ્રીના પૂર્વજોને રાજકવિ દરજ્જે જાગીરમાં મળેલ. ‘કવિશ્રી દાદ’ ના પિતાશ્રી અવસાન થયું ત્યારે કવિશ્રી ની ઉંમર માત્ર બાર વર્ષની હતી. આથી ખુબ નાની વયે કુટુંબના નિર્વાહ ની જવાબદારી તેઓ ઉપર આવી પડેલ હતી. કવિતાના સંસ્કાર તેઓને જન્મજાત મળેલા. તેઓના દાદીમા પૂજ્યશ્રી મનુબામાં ખુબ સારા કવયિત્રી હતા. કવિશ્રીને કાવ્ય રચનાની પ્રેરણા તથા આશીર્વાદ દાદીમાં મનુબામાં પાસેથી મળેલા. આમ માત્ર બાર વર્ષની...