‘ગૌ ટેક – 2023’ અંગે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબના આશિર્વાદ પ્રાપ્ત થયા

+ KASHYAP JOSHI - RAJKOT 


 

ગૌમાતા હંમેશા ભારતની સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાનો આધાર રહી છે. ગૌ ટેક 2023એ એક ઐતિહાસિક પ્રયાસ છે જેમાં ગાય-કેન્દ્રિત અને ગાય આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ વર્ગના લાખો લોકો ભાગ લેશે. 

 


આ આયોજન 24મી મે થી 28મી મે દરમિયાન રેસકોર્સ, રાજકોટ, ગુજરાત ખાતે કરવામાં આવશે. અહી સૌ એક પરિસરમાં એકસાથે આમંત્રિત કરવામાં આવશે.


 

ગૌ ટેક 2023ની વિસ્તૃત માહિતી આપવા માટે ભારત સરકાના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈકોનોમી(જી.સી.સી.આઈ)નાં અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ભારત સરકાના પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર મિત્તલ ખેતાણી, શ્રીજી ગૌશાળા અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં રમેશભાઈ ઠક્કરની રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. 

 


ગાયનું મહત્વ વધારવા અંગે ગૌ ટેક 2023નું જે આયોજન થયું છે તે બદલ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબે આશિર્વાદ પાઠવ્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા પુત્ર પ્રશીલના જન્મદિવસની પાણીદાર ઉજવણી.

પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*