શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*
દીપક જોશી દ્વારા, પ્રાચી ગીર સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે તા.૨૫-૦૪-૨૦૨૩ના મંગળવારે, બપોરે ૦૪:૦૦ કલાકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં આવેલ પાતંજલ યોગ ભવનના સભાગૃહમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
સાહિત્ય સંવાદમાં પ્રથમ વક્તારૂપે સૌરષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના ડૉ. મનોજ જોષીએ ગુજરાતીમાં વિષય અનુરૂપ વ્યાખ્યાન આપેલ હતું તથા ઉપસ્થિત સૌને કાવ્યનો રસાસ્વાદ પણ કરાવ્યો. બીજા વક્તારૂપે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અક્ષય આર્ટસ અને સાયન્સ કોલેજ, સેંગલપટ્ટના MBA વિભાગના ડૉ. અસીરવથમ આચાર્યએ વિષય અનુરૂપ વ્યાખ્યાનની સાથે સાથે તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદનો રસાસ્વાદ કરાવ્યો.
સાહિત્ય-સંવાદના પ્રેરણાસ્ત્રોત અને કાર્યક્રમના અધ્યક્ષ અત્રેની શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રભારી કુલપતિ પ્રો. (ડૉ.) લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં અને તેમણે પ્રસંગોચિત અધ્યક્ષીય ઉદ્બોધન આપ્યું હતું. અંતે, અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૅા.દશરથ જાદવે સૌનો આભાર વ્યકત કર્યો.
વેરાવળ નગરમાં સ્થિત મહિલા કૉલેજના અધ્યાપક અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના EC મેમ્બર ડૉ. જીવાભાઇ વાળા પણ મંચ પર ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રેની યુનિવર્સિટીના સાહિત્ય વિભાગના ડૉ. જિગર ભટ્ટે સંયોજક તરીકે તેમાં કામગીરી કરી અને આ સાહિત્ય-સંવાદના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના તમામ શૈક્ષણિક, બિન-શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓ/શોધાર્થીઓ, યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયોના પ્રધાનાચાર્ય- અધ્યાપકો, વેરાવળ નગરની વિવિધ કૉલેજના આચાર્ય-અધ્યાપકો શ્રોતારૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો