પોસ્ટ્સ

2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શાપર(વેરાવળ)માં લુખ્ખાઓનું આવું બન્યું સમજો : નવા પીએસઆઈ ગોહિલનું ભવ્ય સ્વાગત

છબી
શા પર(વેરાવળ)માં લુખ્ખાઓનું આવું બન્યું સમજો : નવા પીએસઆઈ ગોહિલનું ભવ્ય સ્વાગત ત્રણ પીએસઆઈ- રાણા, ગજેરા અને ભિમાણીની અન્યત્ર બદલી થતાં વિદાયમાન અપાયું (ફોટો : મિલન મહેતા) શાપર(વેરાવળ) પોલીસ સ્ટેશનમાંથી એકી સાથે ત્રણ પીએસઆઈની અન્યત્ર બદલી થઈ છે. અને નવા આવેલા પીએસઆઈનું સ્ટાફ દ્વારા અદકેરું સ્વાગત કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શાપર(વેરાવળ) પોલીસમાં ફરજ બજાવતા  પીએસઆઈ એસ. જે. રાણા, જી. એલ ગજેરા અને વૂમન પીએસઆઈ આર. વિ. ભિમાણીની અન્યત્ર બદલી થઈ ગઈ છે. આ ત્રણેય પોલીસ અધિકારીઓએ અહી સુપેરે ફરજ બજાવીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હોવાનું જાગૃત લોકોનું કહેવું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે એસ. જે. રાણાને રાજકોટ એલઆઈબીમાં, ભીમાણીને ભાયાવદર અને ગજેરાને રાજકોટ હેડ ક્વાર્ટરમાં મુકાયા છે. ગાંધીનગર સ્થિત સ્ટેટમોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્તરાય દ્વારા તેઓની પોલીસ પાંખ દ્વારા જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને જે તે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હોય, અસામાજિક તત્વોની સાંઠગાંઠ તોડવા રાજ્યના પોલીસ વડા સહાયને રિપોર્ટ કર્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બદલીના ઘાણવા ઉતારવા લાગ્યા છે. શાપર(વેરાવળ)માં નવા ...

પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે.

છબી
  પદ્મશ્રી કવિ ‘દાદ’ ની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ લોકડાયરાનું આયોજન કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે યોજાશે. Lokmukh, રાજકોટ, તા. 27         ગુજરાતના મૂર્ધન્ય લોકકવિ શ્રી દાદ બાપુ ને લોક સાહિત્ય અને લોક સંગીત જગતના લોકપ્રિય કલાકારો તારીખ. ૩૦ એપ્રિલ ૨૦૨૩ ના રોજ કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, પડધરી ખાતે શ્રદ્ધાંજલિ અર્પશે.         ‘કવિશ્રી દાદ’ નો જન્મ હાલના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગામ ઈશ્વરીય (ગીર) ખાતે ઈ.સ.૧૯૪૦ માં ખેડૂત પરિવારમાં થયેલ. આ ગામ આજથી પોણા બસો વર્ષ પહેલા જુનાગઢ રાજ્ય દ્વારા કવિશ્રીના પૂર્વજોને રાજકવિ દરજ્જે જાગીરમાં મળેલ. ‘કવિશ્રી દાદ’ ના પિતાશ્રી અવસાન થયું ત્યારે કવિશ્રી ની ઉંમર માત્ર બાર વર્ષની હતી. આથી ખુબ નાની વયે કુટુંબના નિર્વાહ ની જવાબદારી તેઓ ઉપર આવી પડેલ હતી.  કવિતાના સંસ્કાર તેઓને જન્મજાત મળેલા. તેઓના દાદીમા પૂજ્યશ્રી મનુબામાં ખુબ સારા કવયિત્રી હતા. કવિશ્રીને કાવ્ય રચનાની પ્રેરણા તથા આશીર્વાદ દાદીમાં મનુબામાં પાસેથી મળેલા. આમ માત્ર બાર વર્ષની...

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત *તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ*

છબી
દીપક જોશી દ્વારા, પ્રાચી ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સયુંક્ત ઉપક્રમે તા.૨૫-૦૪-૨૦૨૩ના મંગળવારે, બપોરે ૦૪:૦૦ કલાકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં આવેલ પાતંજલ યોગ ભવનના સભાગૃહમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ્ કાર્યક્રમ અંતર્ગત તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.   સાહિત્ય સંવાદમાં પ્રથમ વક્તારૂપે સૌરષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના ડૉ. મનોજ જોષીએ ગુજરાતીમાં વિષય અનુરૂપ વ્યાખ્યાન આપેલ હતું તથા ઉપસ્થિત સૌને કાવ્યનો રસાસ્વાદ પણ કરાવ્યો. બીજા વક્તારૂપે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અક્ષય આર્ટસ અને સાયન્સ કોલેજ, સેંગલપટ્ટના MBA વિભાગના ડૉ. અસીરવથમ આચાર્યએ વિષય અનુરૂપ વ્યાખ્યાનની સાથે સાથે તમિલ-ગુજરાતી સાહિત્ય સંવાદનો રસાસ્વાદ કરાવ્યો.  સાહિત્ય-સંવાદના પ્રેરણાસ્ત્રોત અને કાર્યક્રમના અધ્યક્ષ અત્રેની શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રભારી કુલપતિ પ્રો. (ડૉ.) લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યાં અને તેમણે પ્રસંગોચિત અધ્યક્ષીય ઉદ્બોધન આપ્યું હતું. અંતે, અત્રેની યુનિવર્સ...

લેન્ડગ્રેબીંગ તથા બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામા મહિલા એડવોકેટ વિરૂધ્ધ તપાસ કરવા સામે સ્ટે. આપતી હાઈકોર્ટ

છબી
  લોકમુખ, રાજકોટ તા. 25 રાજકોટ શહેર "પ્ર" નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા તથા બોગસ દસ્તાવેજ બનાવવાના આક્ષેપવાળા ગુનામાં મહિલા એડવોકેટ હર્ષાબેન એ. મકવાણાને  હાઈકોર્ટ દ્વારા ધરપકડ તથા તેઓ વિરૂધ્ધની તપાસ સામે સ્ટેનો હુકમ કરેલ હતો. આ કેસની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી જયદિશભાઈ પ્રાગજીભાઈ ઝાલા રહે.: રાજકોટવાળાઓએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં એવા આક્ષેપોવાળી ફરયાદ આપેલ હતી કે, આ કામના ફરીયાદીના માતાની દેખરેખ રાખવા આરોપી નં.-૧ ના ને રાખેલ હોય.  જેને ફરીયાદીના માતાના નામનું મકાન પોતે ફરીયાદીના માતા પિતાની દિકરી હોવાના ખોટા ડોકયમેન્ટ બનાવી જે ડોકયુમેન્ટ ખોટા હોવાનુ જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી મકાનનો દસ્તાવેજ પોતાના નામે ટ્રાન્સફર કરાવેલ જેમાં આરોપી નં.-૨ તથા ૩ ના ઓએ ફરીયાદીના માતા અવશાન પામેલ હોય, તે બાદ તેના નામનું ખોટુ સોગંદનામું બનાવી, મદદગારી કરી ફરીયાદીના વરસાઈ મકાન આરોપી નં.-૧ ના એ પચાવી પાડેલ હતુ.  ઉપરોત ફરીયાદના આધારે તા.૦૪/૦૪/૨૦૨૩ ના રોજ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદાની કલમ-૪(૩), ૫(સ...

સોમનાથ મંદિર ખાતે 73' મા સ્થાપના તિથી દિવસની વિશેષ ઉજવણી, સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા,મહાપૂજા, પાઘપૂજા સાથે વિશેષ શૃંગાર સહિતના વિશેષ આયોજન 

છબી
  દિપક જોશી દ્વારા - પ્રાચી - ગીર સોમનાથ  સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમ ના રોજ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ 73' મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. ૧૧' મે ૧૯૫૧, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ ના શુભ હસ્તે હાલના જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે "પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર ૧૦૮ તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે ૧૦૧ તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો. શિવપ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્ર...

રાજકોટ નજીકની એઇમ્સ ખાતે અત્યાધુનિક એન્થ્રોપોમેટ્રી લેબોરેટરી ખુલ્લી મુકાઈ

છબી
  ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ બાળકોમાં કુપોષણ ,  ઓબેસીટી અને ગ્રોથ રીટાર્ડેશનના નિદાન અને ફોરેન્સિક મેડીસીનની મદદથી અજાણ્યા અસ્થિઓમાં રહેલા રહસ્યો જાણી શકાશે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રાજકોટ -  રાજકોટ નજીક સાકાર થઈ રહેલી એઈમ્સ હોસ્પિટલ ખાતે સંસ્થાના વડા તેમજ એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી કર્નલ પ્રોફેસર ડો. સી.ડી.એસ. કટોચ દ્વારા એનાટોમી ડીપાર્ટમેન્ટની એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  ડો. કટોચે આ લોકોપયોગી લેબોરેટરીનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે ,  એઇમ્સ રાજકોટ રાજયના તમામ વ્યકિતના સ્વાસ્થ્યની જાળવણી માટે સતત કાર્યશીલ છે ,  તેના જ ભાગ સ્વરુપે એઇમ્સ ખાતે એન્થ્રોપોલોજી લેબોરેટરી કાર્યરત બનતા દર્દીઓના નિદાન - સારવાર સુવિધામાં વધારો થશે.         એનાટોમી ડીપાર્ટમેન્ટના વડા ડો. સિમ્મી મેહરાએ આ લેબોરેટરી અંગે માહિતી આપતાં કહ્યુ કે એન્થ્રોપોમેટ્રી લેબોરેટરીમાં આધુનિક તેમજ પરંપરાગત સાધનોની મદદથી માનવ શરીરના અલગ અલગ મેઝરમેન્ટ લઈ બોડી કમ્પોઝીશન અને વિવિધ કાર્યરત ગણતરી કરવામાં આવે છે. જેમકે સ્કીન ફોલ્ડ થીકનેસ ,  બી.એમ.આઈ ,...

વીરાભાઈ હુંબલ પરિવાર દ્વારા પુત્ર પ્રશીલના જન્મદિવસની પાણીદાર ઉજવણી.

છબી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાછલાં પાંચ મહિનાથી ચેકડેમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નવા ચેકડેમ બાંધવા , જૂના ચેકડેમ ઊંચા કરવા , ઊંડા કરવા તેમજ રિપેર કરવાનું કાર્ય કરવામાં આવે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ચેકડેમ દ્વારા પાણી બચાવો અભિયાનમાં જય મુરલીધર ફાર્મ ઘન્ટેશ્વર , રાજકોટનાં આહીર બંધુઓ શ્રી ચંદુભાઈ હુંબલ તથા તેમનાં લઘુ બંધુઓ શ્રી વિરાભાઈ હુંબલ અવારનવાર આ પાણી બચાવો અભીયાનમાં મદદરૂપ થતાં રહે છે. ચેકડેમના આયોજન માટે તેમનાં મુરલીધર ફાર્મમાં મિટિંગ , ફાર્મમાં તેમનાં તરફથી સ્નેહભોજન , તથા નાણાંકીય રીતે પણ સહાય મળતી જ રહે છે.  ચેકડેમના કાર્ય માટે ટ્રેક્ટર અને જેસીબી જેવા સાધનો ટ્રસ્ટ દ્વારા ભાડેથી મેળવવામાં આવતાં હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને તા. ૨૩ એપ્રિલના રોજ શ્રી વિરાભાઈના સુપુત્ર ચિ. પ્રશીલના ૧૪ મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવાનું હુંબલ પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. ચેકડેમના વિવિધ કામ માટે ખૂબ જ ઉપયોગી એવા ટ્રેક્ટર અને ટેન્કર (ટાંકો) નું અનુદાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટને શ્રી વિરાભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું. અને આ રીતે શુભ પ્રસંગની ઉજવણીનો એક નવો જ રાહ સ...

"GAU TECH 2023 - માટે ભુજ ખાતે શુભેચ્છા મુલાકાત લેતા ડો. વલ્લભભાઈ કથીરીયા "

છબી
+ કશ્યપ જોશી, રાજકોટ   ગૌ માતા જેમનું આપણી સંસ્કૃતિ માં એક આગવું મહત્વ છે અને ગાય ને એક પશુ નહિ પણ માતા તરીકે પૂજવામાં આવે છે તેનું જતન કરવા અને જાહેર જનતા તથા દરેક નાના - મોટા ગૌ સંવર્ધન માટે જાગૃતતા લાવે તેના માટે ગૌ ટેક એક્સ્પો કરવામાં આવી રહ્યો છે.       જેના ભાગરૂપે ડો. વલ્લભભાઈ કથિરીયા આજરોજ ભુજ ખાતે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજર રહી ગૌ ટેક વિશે માહિતી આપી અને ત્યાં ઉપસ્થિત રહેવા આગ્રહભર્યું આમંત્રણ પાઠવેલુ. આ તકે ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી પણ હાજર રહેલ.

સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે

છબી
લોકમુખ, રાજકોટ તા. 24    વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે.    આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને , નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં , આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી , ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.    ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 1 80 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય , એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં), ક...

જુનાગઢમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટેનાં કુંડાનું વિનામુલ્યે વિતરણ કરાયું

છબી
મુકેશ કાનાબાર દ્વારા, લોકમુખ, જુનાગઢ  માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સુત્ર ને સાર્થક કરતી સંસ્થા શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ અને શ્રી ખોડીયાર મહિલા મંડળ - જુનાગઢ દ્વારા આયોજીત તા.૨૩|૦૪|૨૦૨૩ ને રવિવારનાં રોજ આઝાદ ચોક - જુનાગઢ ખાતે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણ માટે નાં કુંડા નું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. કુંડા વિતરણ માં તમામ નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લીઘો હતો. આ સેવાકીય કાર્ય માં જુનાગઢ નાં નામાંકિત સામાજીક આગેવાનો માં આદ્યાશકિતબેન મજમુદાર, તન્વીબેન વૈષ્નવ, બટુકભાઈ મકવાણા, શૈલેષભાઈ પારેખ, કિશોરભાઈ ચોટલીયા, અપુર્વભાઈ મજમુદાર, સોહિલભાઈ સીદીકી, સમજુભાઈ સોલંકી, વહાલભાઈ કુરેશી, પ્રતિકભાઈ મિશ્રાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, હરસુખભાઈ પાલા, ભાર્ગવભાઈ માંડલીયા, સંદિપભાઈ વાજા, તરૂબેન ગઢીયા, જયશ્રીબેન ગાલોરીયા, કુમુદબેન ઠાકર, રમીલાબેન ઘુચલા, પ્રવિણાબેન વાઘેલા, ચેતનાબેન પંડ્યા, ભાવનાબેન કે.વૈષ્નવ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ સહભાગી થયાં હતાં.   આ સેવાકીય કાર્ય માં તમામ ઉપસ્થિત મહેમાનો એ બંને સંસ્થાની કામગીરી બિરદાવી હતી. આ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા બંને...