મતદાન એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ
મતદાન એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ Ø પાયાની લોકશાહીનું જળવાશે માન, જ્યારે આંગળી પર લાગશે નિશાન લોકશાહી એટલે સામાન્ય રીતે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જેને મત આપીને ચૂંટે એ જ સત્તા પર આવે અને એના દ્વારા જ સત્તા ચાલે, દેશ ચાલે. હવે જયારે મતદાન કરવાનો અને ખરેખર સત્તા પર કોણ બેસશે તે નક્કી કરવાનો સમય આવે છે ત્યારે એક નાગરિક તરીકે લોકો ક્યારેક મતદાન કરવાની ફરજ ચુકી જાય છે. લોકશાસનમાં , સામાન્ય રીતે ચૂંટણી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છે , જેથી ઉમેદવારોમાંથી એક મતદાતા કોઇ એકને પસંદ કરી અને મત આપી શકે છે , લોકશાહીમાં મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુક્ત કરે છે. મતદાનમાં મત આપવો એક વ્યક્તિગત કાર્ય છે , જેનાથી વ્યક્તિ એક ચોક્કસ સભ્ય , સભ્યોની ચૂંટણી , કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવને પસંદ કે પોતાનો ટેકો પૂરો પાડે છે. મારા એક મતથી શું થશે ? હું મતદાન નહિ કરું તો શું ફેર પડશે ? હવે એમાં મત શું આપવાનો જેને આવું હોય એ આવે. આવા ઘણા વિચારો દ્વારા લોકો મતદાન નથ...